
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે જીત મેળવી લીધી છે.
IND vs AUS: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે જીત મેળવી લીધી છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. હવે બીજી સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાનાર છે. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં કાંગારૂ ટીમે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલેક્સ કેરીએ 61 અને ટ્રેવિસ હેડે 39 રનની ઇનિંગ રમી હતી. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધતી જોવા મળી રહી હતી. પરંતુ ભારતીય ટીમના બોલિંગ આક્રમણના લીધે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર થઈ ગયા હતા.