ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ભડકો: ટિકિટ ન મળતા કાર્યકરોનો બળવો, અપક્ષ ઉમેદવારી અને રાજીનામાનો દોર

BJP local body elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાય છે, જ્યાં ટિકિટની વહેંચણીને લઈને અનેક કાર્યકરો નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તો કેટલાક રાજીનામા આપી રહ્યા છે.

અમરેલી: લાઠી પાલિકામાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન પાડાના પત્ની હિનાબેન પાડાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ભાયાવદર: નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટો ભડકો થયો છે. વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 14 પૂર્વ નગરસેવક અને પાંચ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે. પૂર્વ પ્રમુખ નયન જીવાણી સહિતના કાર્યકરોએ ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા વારંવાર અપમાન કરવામાં આવતું હોવાનો આરોપ લગાવીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જામકંડોરણા તાલુકા ભાજપ પ્રભારી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાએ નયન જીવાણી પર પક્ષને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

જામનગર: જામજોધપુરમાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટે ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ખેડા: મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્યે ટિકિટ ન મળતા રાજીનામું આપી દીધું છે. તેમણે અપક્ષ ઉમેદવારને મેન્ડેટ આપતા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

નવસારી: બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

ભાવનગર: ભાજપના પૂર્વ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય ચહેરાને ટિકિટ ન અપાતા રાજીનામું આપ્યું છે.

વડોદરા: કરજણ નગરપાલિકામાં ભાજપના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા AAPમાં જોડાયા છે. તેમણે કામ કર્યા હોવા છતાં કદર ન થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
  • ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!